
પ્રેમ પીડા
₹30.00
વાર્તાના નાયક સાગરની જેમ ભૂતકાળમાં થયેલ વિજાતીય આકર્ષણને ઘણા તરુણો પ્રેમ સમજે છે. પછી પહેલી નજરનો પ્રેમ એવું હુલામણું નામ આપી એ પ્રેમ પાછળ પાગલ થઈ જાય છે. આખરે એ પ્રેમ ન મળે ત્યારે એ ગુમાવવાની પીડામાં જ તેઓ પોતાનું આખું આયુષ્ય વિતાવી દે છે. જીવનભર તેઓ વિચારે છે કે જો મેં આમ કર્યું હોત તો? કાશ મેં ત્યારે જ આપી હોત પ્રેમ પરિક્ષા? તો ન સહેવી પડત આ પ્રેમ પીડા! આજ વિચારોમાં તેઓ પોતાની વર્તમાન જિંદગી પણ દુઃખી દુઃખી કરી દે છે. આમ જોવા જઈએ તો આ નવલિકા લેખકની કૃતિ પ્રેમ પરીક્ષાનું બીજું પાસુ કહેવાય! યાદ રાખો ભાગ નહિ! કારણ વાર્તા તદન જુદી છે. આ નાવ્લીકાનો નાયક સાગર એ આપણી આસપાસનું જ પાત્ર છે. એ તમે અથવા હું ગમે તે હોઈ શકે છે. એટલે જ વાર્તાનો અંત લેખકે વાંચક પર છોડ્યો છે કે છેલ્લે સાગર પોતાની સ્વપ્ન સુંદરી એવી વિભાવરીના હાયનો શું જવાબ આપશે? “હાય”… કે “બાય”!
Reviews
There are no reviews yet.