Sale!

પીડ પરાઈ જાણે રે..
₹18.00
in stock
હું મારા લેખનકાર્યમાં વ્યસ્ત હતો. વ્યસ્ત સમયમાંથી સમય કાઢી લેખનકાર્ય કરવું એ મારો શોખ. લેખનકાર્યમાં ડૂબેલો હોવું ત્યારે મને થોડો પણ અવાજ નડતરરૂપ બને ત્યાંજ મારા પગથીયા પર કોઈકના પગરવનો અવાજ સંભળાયો. અને સાથે સાથે લાકડીના ખટ ખટના એ અવાજથી મારૂ ધ્યાન ભંગ થયું. દરવાજા પાસે મીંટ માંડી જોયું તો સામે મારો મિત્ર નૈનેશ કંસારા અને સાથે એક વ્યક્તિ હતો. એના પરિચયની મને જરૂર નહોતી. હાથમાંની લાકડી અને આંખો પરના કાળા ચશ્માં ઘણું બધું કહી દેતાં હતાં. નૈનેશ અને હું મળીને અવારનવાર સેવાકીય કાર્ય કરતાં રહેતાં. ખાસ કરીને આગણવાડીમાં તિથી ભોજન કરાવવું એ મારો પ્રિય વિષય. મને બાળક નથી તેથી હું અને મારી ધર્મ-પત્ની આગણવાડીના નાના નાના ભૂલકાઓને જમાડી, રમાડી લાડ લડાવી આનંદ અનુભવતા. “સુશાંત..સુશાંત..”નૈનેશના અવાજથી મારી વિચાર-યાત્રાનો અંત આવ્યો.
Reviews
There are no reviews yet.