
ટચ વુડ
₹10.00 ₹5.00
હવે તો ચારે બાજુ ખડકાયેલ કાટમાળના ઢગલા, ન ગમે એવી એક વિચિત્ર પ્રકારની ગંધ ને ઠેર ઠેર માણસો જોઈ ને આંખ ટેવાય ગઈ હતી. માથે સુરજ તપી રહ્યો છે ને પસીનાથી લથપથ શરીરવાળો હું ફૂડ પેકેટ્સ, પાણી બોટલ્સ, કપડાની વહેચણી કરીને થોડો થાક ખાવા ભૂકંપના આચકા ખમીને અડીખમ રહેલ લીમડાના થડને અઢેલીને બેઠો ને સીધા તડકાને લીધે આંખ મીચું મીચું થઇ રહી હતી ત્યાં જ સામે ઢીંગલી, અરીસો, નાઇટ લેમ્પ, લાલ કલરની ફાટેલી સાડી, બાબા સાયકલ એવી ઘર વખરીની વચ્ચે અઠવાડિયાથી વધેલી દાઢી ને ફાટેલા જુના ગંદા કપડા પહેરેલ માણસ એકલો એકલો બબડતો સંભળાય છે ને હું કાન માંડી સાંભળવા માથું છું, ‘હા. મને ખબર છે ભૂકંપ આવ્યો છે પણ મને કશુય નથી થયું. હું સાવ સારો છું. આ જુઓ. મને ક્યાય વાગ્યું નથી.’ ને એ એના કપડા ઊચા કરી દેખાડે છે. પછી અચાનક, ‘તમે આમ કેમ જુઓ છો મને? તમે મારી દાઢી જોઈ રહ્યા છો? હા. એ વધી ગઈ છે પણ શું કરું? જુઓને મારું ઘર કેવું થઇ ગયું છે. અહી જ હતું એ. આ તો ભૂકંપ આવ્યોને એટલે તૂટી ગયું ને મારું શેવિંગ બ્રશ નથી મળતું એટલે દાઢી નથી કરી. આ જુઓ આ બ્લેડ, આ રેઝર, આ ક્રીમ, બધું છે પણ બ્રશ ખબર નહિ ક્યાં ખોવાય ગયું છે? કદાચ મીનુંના હાથમાં ચઢી ગયું હશે ને એ રમતી હશે. અરે પણ હું તો ભૂલી જ ગયો કે હું શોધી શોધી ને થાક્યો મારી મીનું ને પણ જડતી જ નથી.
Reviews
There are no reviews yet.