
ઋગ્વેદ
₹500.00
એક ગ્રંથ તરીકે પણ ઋગ્વેદ વિષે કેટલીક આશ્ચર્યજનક માહિતીઓ છે. જેમ કે ગ્રંથનું માળખું, લેખકો, દેવતાઓ, વગેરે. આ રસપ્રદ માહિતીઓ અને આંકડાઓ પણ અહીં પ્રસ્તુત કરાયાં છે. અને ત્રીજી વાત એ, કે આ પુસ્તકમાં ઋગ્વેદનાં વિજ્ઞાન અને તત્વજ્ઞાનના વિભાગો એકબીજાથી અલગ રખાયેલા છે. આને કારણે, વાચકને પોતાની રુચિ અનુસારના વિષયો વાંચવાની સરળતા રહેશે એમ હું માનું છું.
દેશ વિદેશ ફર્યા પછી મને આપણા સમાજનાં બે સૌથી મોટાં દુષણો દેખાયાં. આપણું પહેલું દુષણ એ છે કે આપણે પોતાની સંસ્કૃતિને નીચી ગણિયે છીએ. અને બીજું દુષણ એ, કે આપણે વગર વિચારે પારકાંથી પ્રભાવિત થઇ જઇયે છીએ. આપણે કપાયેલી પતંગની જેમ દિશાહીન હોવા પાછળ આ બંને દુષણો કારણભૂત હોવાની મને અનુભૂતિ થઇ. સમસ્યા અને કારણભૂત પરિબળો તો જાણ્યાં. પરંતુ સમાધાન માટે મેં શું કર્યું? આવો વિચાર આવ્યો, અને હું આ પુસ્તક લખવા પ્રેરાયો. આ પુસ્તક વાંચીને જો એક પણ વ્યક્તિમાં આપણી સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ ઉત્પન્ન થશે, તો હું આ પુસ્તક લખવા પાછળનો મારો હેતુ સફળ થયો ગણીશ.
આભાર.
હેમલ નાણાવટી
4 in stock
Reviews
There are no reviews yet.